Shayari in Gujarati

Category

અમારા કાઠીયાવાડ માં કોક'દી ભુલો પડ્ય ભગવાન,
ને થા મારો મે'માન, તો તને સ્વર્ગ ભુલાવુ શામળા.

ધન ધન કાઠિયાવાડ, ધન ધન તારું નામ,
પાકે જ્યાં નરબંકડા, ને રૂપ પદમણી નાર.

ધરતી સોરઠ જગ જુની, ને ગઢ જુનો ગીરનાર,
જ્યાં સાવજળાયે સેંજળ પીએ, એવા ગરવા નર ને નાર..

નેક, ટેક ને ધરમ ની, આયાં તો પાણે પાણે વાત
સંત ને શુરા નીપજાવતી, અમારી ધરતી ની અમીરાત...

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share