Jokes in Gujarati

Category

👴🏻 કાઠીયાવાડી, અમે ભૈ કાઠીયાવાડી. 👴🏻


પૃથ્વી,
અગ્નિ,
જળ, 
આકાશ,

અને

વાયુ.

આ પાંચ તત્વોથી મનુષ્ય બને છે.

આમાં PAN CARD અને AADHAR જોડો તો સાત તત્વથી આ મનુષ્ય ભારતીય બને છે.

 અને..

આમાં થેપલા, ઢોકળા જોડો તો આ જ મનુષ્ય નવ તત્વથી પ્યોર  ગુજરાતી બને છે...

આમાં ગાંઠીયા, ઘૂઘરા, પેંડા, ચેવડો + ચટણી, આઇસક્રીમ, ગોલા, અને બપોરનાં ૧ થી ૪ ની નીંદર જોડો, તો પંદર તત્વોથી આ જ માણસ કાઠિયાવાડી બને છે.

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

ટીચર :~ બોલો બાળકો ૧ પછી શુ આવે?
બાળકો :~ ૨,૩,૪
ટીચર :~ અરે વાહ સરસ પછી?
બાળકો :~ ૫,૬,૭
ટીચર :~ બધાજ ખુબ હોશિયાર થઈ ગયા છો ! પછી ?
બાળકો :~ ૮,૯,૧૦
ટીચર:~ વાહ ખુબ સરસ ૧૦ પછી શુ આવે ?
બાળકો :~ ગુલો રાણી ને બાદશાહ
😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀
બધા ને સાતમ આઠમ ની ખુબ ખુબ શુભેચ્છા

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

સાયરસ મિસ્ત્રીનું એક્સિડન્ટ માં મૃત્યુ થયું તો આખા દેશમાં પાછળ બેઠા હોય એના માટે પણ સીટબેલ્ટ ફરજિયાત કરી નાખ્યો...... 
....ભગવાનનો આભાર માનો કે અદાણીને ઝાડા નથી થતા નહીંતર  તો આ લોકો દેશની તમામ પબ્લિકને ડાયપર પહેરવાનું ફરજિયાત કરે એવા છે 🤣🤣🤣
અંધેર નગરી અને ગંડું રાજા.

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

છોકરી વાળા....અમારી છોકરી બી.એ.છે...

છોકરા વાળા..હા.અમારે પણ 
બીએ...એવી જ જોઈએ...
માથાભારે અમારે ના ચાલે...😆😆😆

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

માણસનું મગજ 24 કલાક કામ કરે છે.

ખાલી બે સંજોગોમાં તે કામ કરતું બંધ થાય છે

 

1) પરીક્ષા વખતે

2) પત્નીની પસંદગી કરતી વખતે…

 

 

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

એક દારૂડિયો દારૂ પીને મોડી રાતે ઘરે પરત ફર્યો
તેને ખબર કે
તેની પત્ની આવી સ્થિતીમાં દરવાજો નહીં ખોલે.
તેણે દરવાજો ખખડાવ્યો.
પત્ની : કોણ છે?
દારૂડિયો : હું મારી સુંદર પત્ની માટે સુંગધિત ફૂલો લાવ્યો છું.
પત્નીએ દરવાજો ખોલીને પૂછ્યું : ફૂલ ક્યાં છે?
દારૂડિયો પતિ : સુંદર પત્ની ક્યાં છે???

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

પતિ : તુ મારી ફિલ્મમાં કામ કરશે?

પત્ની : પણ સીન શું છે?

પતિ : તારે ધીરે ધીરે પાણીમાં જવાનું છે

બસ એટલું જ

પત્ની : ઠીક છે, ફિલ્મનું નામ શું છે?

પતિ : ગઇ ભેંસ પાણીમાં…

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

છોકરી- મમ્મી,
જીવનમાં આગળ વધવા માટે
મારે શું કરવું જોઈએ…?

મમ્મી (ગુસ્સામાં) – પથ્થર લો અને
સૌથી પહેલા મોબાઈલ ફોડો.

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

શિક્ષક: એક મહિલા 1 કલાકમાં
50 રોટલી બનાવે છે,
તો 3 મહિલાઓ 1 ​​કલાકમાં
કેટલી રોટલી બનાવશે?
બાળક: એક પણ નહીં, કારણ કે
ત્રણેય એક સાથે બેસીને વાતોના વડા કરશે…!
શિક્ષક બેહોશ…

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

હકો: હેલ્લો ૧૦૮, મારો દોસ્ત ક્રિસ્ટલ મોલ પાસે પડી ગયો છે ને બવ વાગ્યું છે જલ્દી આવો.

૧૦૮ : ક્રિસ્ટલ મોલ નો સ્પેલિંગ લખાવો. 

૧૦ મિનિટ પછી.

હકો: હવે હું એને ઢસડી ને કે કે વી ચોક માં લઇ આવ્યો છું. સ્પેલિંગ લખો

 K K V 

😄🤣😁🤣

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

😂😂😂😂😂😂😂😂

જમાઈ એ સસરાને કીધું

કે તમારી દિકરીએ મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે, 

 

એણે મને લગન પહેલાં કહ્યું હતું કે મને સ્તુતિ આવડે છે એટલે હું એના માટે ધાર્મિક પુસ્તકો લાવ્યો પણ એને તો કાંઈ નથી આવડતું. 

 

સસરાએ કીધું કે જમાઈરાજ તમને સંભળાયું ખોટું એ સ્તુતિ નહીં પણ સ્કૂટી આવડે છે એમ બોલી હશે. એ તોતડી છે

 

🥱મોટો વિશ્વાસઘાત🥱

 

😭😭😭😭😭😭😭😭

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

😂 

 

ઘઉંના બાચકા પુરૂષ ઉંચકે,

ગેસના બાટલા પુરૂષ ઉંચકે,

બહારગામ જાવ ત્યારે થેલા પુરૂષ ઉંચકે

મહેનતના બધા કામ પુરૂષ કરે,

. પરંતુ

"આયોડેક્સ" અને "મૂવ"વાળાને તો એવુ જ લાગે છે કે

 

 

કમર દર્દ માત્ર મહિલાઓને જ થાય છે...!!

🤣😂🤣😂🤣

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

સોળે સાન,વીસે વાન અને હવે એકવીસે જાન😂😂

 

લવ મેરેજ માં આવશે 80 ટકા નો ઘટાડો.😂.😂એ વગાડો વગાડો🥁🥁😍🥰🤣

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

થોડાક દિવસો થી ઠંડી વધુ 

 લાગતી હતી.....

 તપાસ કરી તો ખબર પડી કે 

 

 ગોદડું આધાર કાર્ડ સાથે 

 લિંક નથી.....

😀

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

પતિ : આજે રાત્રે મારુ જમવાનું બનાવતી નહીં. મારા મીત્ર ને ત્યાં જવાનું છે...

પત્ની : કેમ...?

પતિ : તેના ઘરે જિસસ જયંતિ નિમિત્તે મેરી માતા નાં લોટા તેડાવ્યા છે. શાન્તા બાપુ પધારશે એટલે તેને ત્યાં ભંડારો છે..... 

🥃😜😂

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

રાજકોટ માં વધુ એક પેપર ફૂટ્યું

ગુજરાતમાં ફટાકડા કરતા વધુ પેપર ફૂટે છે.

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

એક સાસુ ની અંબે માતા ને નિર્દોષ પ્રાર્થના,

હે ભગવાન મારી વહુ ને દિવાળીનું સાફસફાઇનું કામ કરવા માટે 
એટલી જ શક્તિ આપજે જેટલી શક્તિ નવરાત્રી ના 
૯ દિવસ કૂદી કૂદી ને ગરબા કરવા માટે આપે છે..😆😆😆
 

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

આ અઠવાડિયા ના તમારા રાશી ફળ માં જો એમ લખ્યું હોય કે 
" ટૂંક સમય માં જ તમારે  ઊંચાઈ ને આંબવા ના યોગ છે "  
તો સમજી જજો કે ઘર ના પંખા, માળિયા અને છત સાફ કરવાનો સમય આવી ગયો છે...😛😂

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

સ્વર્ગમાં ઇન્દ્ર

બોલિવૂડ માં જીતેન્દ્ર

ક્રિકેટમાં મહેન્દ્ર 

ભારતમાં નરેન્દ્ર

 


અને ગુજરાતમાં ભૂપેન્દ્ર 
😂😁😌😁😆😁😂😁😆😁😂😁

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

લગ્નની પાંચમી એનિવર્સરી પર પત્ની પોતાના પતિને ભેટીને બોલી,

સાંભળો છો, જો મને કોઈ ભગાવીને લઇ જાય તો તમે શું કરશો?

પતિ : અરે ગાંડી, કેવો સવાલ પૂછે છે…

પત્ની : ના જાનુ, બોલોને શું કરશો?

પતિ : હું તેને કહીશ કે ભાઈ ભગાડીને શું કામ લઇ જાય છે?

આરામથી લઇ જા, મેં ક્યાં કોઈને રોક્યા છે.

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

લગ્નમાં એક માણસે 7-8 ગુલાબજાંબુ લીધા,

તે બધા ગુલાબજાંબુ થોડા થોડા ખાઈને પ્લેટમાં મૂકી રહ્યો હતો.

કોઈએ પૂછ્યું કે ભાઈ ગુલાબજાંબુ મીઠા છે કે નથી તે ચેક કરી રહ્યા છો કે શું?

પેલો માણસ બોલ્યો : ના ભાઈ ના, હવે આ ગુલાબજાંબુ પ્લેટમાં ગબડીને અથાણાં કે ચટણીમાં નહિ જાય.

પછી ખબર પડી કે તે માણસ એન્જીનીયર હતો.

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

એક છોકરો કોલેજમાં એક છોકરી તરફ જોઈ રહ્યો હતો.

છોકરીએ જેવું જ તેની તરફ જોયું એટલે છોકરાએ તેને પૂછ્યું,

તારી ઉંમર કેટલી છે?

છોકરી બોલી : 20 વર્ષ.

છોકરો થોડું વિચારીને બોલ્યો : બે વર્ષ પહેલા પણ તે પોતાની ઉંમર 20 વર્ષ જ જણાવી હતી.

છોકરી : જોયું ને છોકરીએ પોતાની વાતની કેટલી પાક્કી હોય છે.

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

પત્ની : હેલો, ક્યાં છો?

પતિ : યાદ છે ગઈ દિવાળી પર આપણે સોનીની દુકાન પર ગયા હતા,

જ્યાં તને એક હાર પણ ગમી ગયો હતો.

પત્ની : હા યાદ આવ્યું.

પતિ : અને તે સમયે મારી પાસે પૈસા ન હતા.

પત્ની (ખુશ થઈને) : હા યાદ છે.

પતિ : અને મેં કહ્યું હતું કે એક દિવસ તમે આ હાર લઇ આપીશ.

પત્ની (વધારે ખુશ થઈને) : હા હા ઘણું સારી રીતે યાદ છે.

પતિ : બસ એજ દુકાનની બાજુવાળી દુકાનમાં વાળ કપાવી રહ્યો છું, ઘરે આવતા થોડું મોડું થશે.

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

પતિ પોતાની પાડોસણના ફેસબુક ફોટાને ઝૂમ કરીને જોઈ રહ્યો હતો.

એટલામાં તેની પત્ની પાછળથી આવી અને બોલી,

રહેવા દો, તે આનાથી વધારે નજીક નહિ આવે.

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

પતિ રોજ રાત્રે સુતા પહેલા ખાંડનો ડબ્બો જોતો અને પછી સુઈ જતો.

પત્નીથી રહેવાયું નહિ અને એક દિવસ તેને પૂછી લીધું,

આ રોજ તમે સુતા પહેલા ખાંડનો ડબ્બો કેમ જુઓ છો?

પતિ : ડોક્ટરે કહ્યું હતું કે, રાત્રે સુતા પહેલા શુગર ચેક કરી લેવું.

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

જરૂરી સૂચના :

વરસાદની ઋતુમાં વાહન ચાલન અને નારી દર્શન એક સાથે ન કરવા.

નહિ તો યમરાજના દર્શન પણ થઈ શકે છે.

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

એક પાગલ કોરું કાગળ વારંવાર જોઈ રહ્યો હતો.

બીજો પાગલ : આ શું છે?

પહેલો પાગલ : લવ લેટર છે.

બીજો પાગલ : પણ આ તો ખાલી છે.

પહેલો પાગલ : આજકાલ વાતચીત બંધ છે એટલે.

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

પત્ની તડકામાં બેસીને મગફળી ખાઈ રહી હતી.

પતિ : મને પણ મગફળી આપને.

પત્નીએ તેને એક મગફળી આપી.

પતિ : ફક્ત એક જ.

પત્ની : બીજી ખાઈને શું કરશો? બધાનો સ્વાદ એક જેવો જ છે.

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

ચિન્ટુ : યાર તુએ આટલા નાના વાળ કેમ કપાવ્યા?

પપ્પુ : વાળંદ પાસે ત્રીસ રૂપિયા છુટા ન હતા,

તો મેં તેને કીધું – ત્રીસ રૂપિયાના બીજા વાળ કાપી લે.

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share

એક એયરલાઈંસ કંપનીએ અનોખી યોજના શરૂ કરી,

તમે ટિકિટ ખરીદો તો સાથે તમારી પત્નીની ટિકિટ મફત મળશે.

આ યોજનામાં ભારે સફળતા મળ્યા પછી કંપનીએ બધી પત્નીઓને ફોન કરીને પૂછ્યું,

તમારી યાત્રા કેવી રહી?

બધી પત્નીઓએ એક જેવો જ જવાબ આપ્યો.

પત્નીઓ બોલી – કઈ યાત્રા? હું તો સોસાયટીની બહાર નથી નીકળી.

 • Copy Message
 • WhatsApp Share
 • Facebook Share
 • Twitter Share