Jokes in Gujarati

Category

ભગલા  ઢોલીનુ  મરણ થતા, ગામલોકો અને અનકુભા ખરખરે  ગયા, 
ભગલાની પત્ની પોતાના રીવાજ પ્રમાણે રોવાનુ અને મરશિયા ગાવાનું ચાલુ કર્યુ. 

ભગલાની પત્ની  : અરેરે...મને હવે મેળામા ફજેત ફાળકે કોણ બેહાડશે.? 
અનકુભા : (કોઈ જવાબ નહી દેતા) અરે હું બેઠો છુ ને...

ભગલાની પત્ની  : અરેરે....મને મીઠા વેણે હવે કોણ બોલાવશે..? 
અનકુભા :(કોઈ  જવાબ નહી દેતા) અરે હું બેઠો છુ ને...

ભગલાની પત્ની : અરેરે....મારા અધુરા ઓરતા હવે કોણ પુરા કરશે....?.
અનકુભા :  હું બેઠો છુ ને...! 

ભગલાની પત્ની  : અરેરે ...મારી માથેનુ  તરીહ  હજારનુ કરજ હવે કોણ ચૂકવશે..? 

અનકુભા : (ગામલોકો તરફ જોઇને)  માણહના પેટના થાવ જરાક,  કોક તો જવાબદારી લ્યો, 
બધુંય  મારે એકલાએ જ કરવાનુ

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share