ભગલા ઢોલીનુ મરણ થતા, ગામલોકો અને અનકુભા ખરખરે ગયા,
ભગલાની પત્ની પોતાના રીવાજ પ્રમાણે રોવાનુ અને મરશિયા ગાવાનું ચાલુ કર્યુ.
ભગલાની પત્ની : અરેરે...મને હવે મેળામા ફજેત ફાળકે કોણ બેહાડશે.?
અનકુભા : (કોઈ જવાબ નહી દેતા) અરે હું બેઠો છુ ને...
ભગલાની પત્ની : અરેરે....મને મીઠા વેણે હવે કોણ બોલાવશે..?
અનકુભા :(કોઈ જવાબ નહી દેતા) અરે હું બેઠો છુ ને...
ભગલાની પત્ની : અરેરે....મારા અધુરા ઓરતા હવે કોણ પુરા કરશે....?.
અનકુભા : હું બેઠો છુ ને...!
ભગલાની પત્ની : અરેરે ...મારી માથેનુ તરીહ હજારનુ કરજ હવે કોણ ચૂકવશે..?
અનકુભા : (ગામલોકો તરફ જોઇને) માણહના પેટના થાવ જરાક, કોક તો જવાબદારી લ્યો,
બધુંય મારે એકલાએ જ કરવાનુ