Shayari in Gujarati

Category

તારી મૈત્રી માં કઈ સાર લાગે છે,
કોઈ પોતાનું હોય એવો અણસાર લાગે છે,
જિંદગી ની કડવાસ માં થઇ એક મિત્રતા મધુર,
બાકી તો આવી મિત્રતા થવા માં પણ વાર લાગે છે.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

પાનખર માં વસંત થવું મને ગમે છે,
યાદો ની વર્ષા માં ભીંજાવું મને ગમે છે,
આંખ તો ભીની રેહવાની જીવન માં,
પણ બીજા ને હસાવતા રેહવું મને ગમે છે.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

કોઈ હસી ગયો ને કોઈ રડી ગયો,
કોઈ પડી ગયો ને કોઈ ચડી ગયો,
થઇ આંખ બંધ ઓઢ્યું કફન એટલે થયું,
નાટક હતું મઝાનું ને પડદો પડી ગયો.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

ગુસ્સે થયા જો લોક તો પથ્થર સુધી ગયા,
પણ દોસ્તો ના હાથ તો ખંજર સુધી ગયા.
દોસ્ત અમારે તો નિભાવવીતી દોસ્તી,
ને એટલે તો દુશ્મનો ના ઘર સુધી ગયા.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

જમાનો જો હોય કાળો નાગ તો હું પણ મદારી છું,
પછાડું હું ઉડતા પંખી ને એવો હું શિકારી છું,
ખરેખર બાદશાહ બેતાબ છુ આખી આલમ નો,
છતાં આપની મીઠી નજર કાજે ભીખરી છુ.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

કોઈ મળ્યું ચાંદ ની ચાંદની બની,
તો કોઈ મળ્યું મહેલો ની કહાની બની,
પણ જેને વસાવ્યા હતા આંખો માં,
તેજ જ વહી ગયા પાણી બની.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

મારા મરણ પર તમે આસું ન બહાવશો,
મારા મરણ પર દોસ્તો ગમ ન કરશો…
… મારી યાદ આવે તો સીધા ઉપર જ આવજો.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

દિલ ના દર્દો ને પિનારો શું જાણે, પ્રેમ ના રીવાજો ને જમાનો શું જાણે;
છે કેટલી તકલીફ કબરમાં, તે ઉપરથી ફૂલ મુકનારો શું જાણે!

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

જીવન માં જસ નથી, પ્રેમ માં રસ નથી; દુનિયા માં કસ નથી,
જાવું છે સ્વર્ગ માં, પણ એની કોઇ બસ નથી.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

જીવતો દાટી કબરમાં એ પછી રડતાં રહ્યાં,
હું કબરમાં પણ, કરેલા પ્યાર પર હસતો રહ્યો.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

કોઇ નજરું ઉતારો મારા મનની રે,
મને રણમાં દેખાય લીલુંછમ લીલુંછમ …
સૂકી ડાળખીએ પાંદડું વળગી રહ્યું,
મને ઝાડવું દેખાય લીલુંછમ લીલુંછમ …

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

નજરોથી અમારી વિંધાઇ ગયા તમે,
યાદમાં અમારી ડરી ગયા તમે,
વરસોથી મળવા આતુર થઇ ગયા તમે,
જોઇ ને અમને લાગણીમાં ભીંજાઇ ગયા તમે,
લોકો કહે છે કે “હસ્યા તેના ઘર વસ્યા”
પરંતુ એ કોણ જાણે છે કે –
ઘર વસ્યા પછી કેટલા હસ્યા?

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

કાળની કેડીએ ઘડીક સંગ,
રે ભાઇ, આપણો ઘડીક સંગ;
આતમને તોય જનમોજનમ
લાગી જશે એનો રંગ !

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

વંટોળિયામાં ઊડતી સ્મશાનની ધૂળ ગઇ કાલની
આજે ઝૂલે છે ખેતરમાં ધાન્યકણસલું થઇને!

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

ફાગને ફળિયે ફૂલ બેઠાં બધાં
નાહકનો ભરી દાયરો હો જી,
રંગ-સુગંધનાં મૂલ કરે એવો
ક્યાં છે સોદાગર વાયરો હો જી?

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

સીધું કિરણ પડ્યું અને અળગો બની ગયો,
પડછાયો જોતજોતામાં તડકો બની ગયો.
પીપળ પછી તે ઊગી ગયું બારોબાર ‘મીર’
ઘર જેવું ઘર પછી તો વગડો બની ગયો.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

બિન્દાસ_ફરવાનું _પણ 👸🏻રાધા_સિવાય_કોઇ_ગોપી_ના લફડા_મા_નઇ_પડવાનું 😇....
#તારો કાનુડો 😎....😘😘

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

સખી, સૂર્ય-ચંદ્ર જેવી આપણી મૈત્રી
ન મિલન પણ છતાં સંતાકૂકડીની મૈત્રી
છતાં હું ચંદ્ર તારી પાછળ જ ઘૂમીશ
સૂર્ય, નહીં વિસારું – તારી છાયામાં ભમીશ.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

નિર્જન વનવગડે અલી વાદળી !
જળ શાં ઢોળવાં અમથાં?
રણે રગદોળવાં અમથાં?
એવા હૈયાસૂનાં સમીપ વીતક શાં બોલવાં અમથાં?
હ્રદય શીદ ખોલવાં અમથાં ?

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

છીછરા નીરમાં હોય શું ના’વું ?
તરવા તો મઝધારે જાવું,
ઑર ગાણામાં હોય શું ગાવું ?
ગીત ગાવું તો પ્રીતનું ગાવું !

 

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

ફૂલને કંઠે કો’ગીત રમે ગરવું.
સૂકી તે ધૂળના ભીના ખૂણેથી
આજ પાંગરવું, કાલ વળી ખરવું :
તોય ફૂલને કંઠે કો’ગીત રમે ગરવું.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

રણ ને હરણ ની દયા જ્યારે આવી,
જાંજવું ભૂંસવા આંધી ત્યારે આવી.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

વર્ષાને કહી દો, માપથી વરસે,
નયનને વહેવાની આદત નથી..

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

નદીઓની મીઠી મીઠાશે ઘુઘવાટ કર્યો છે,
કેટકેટલી ગંદગીએ અહિ વસવાટ કર્યો છે,
લાગણીઓનો અતિરેક ખારાશ બક્ષી રહ્યો
એટલે, રેતમાં આળોટવા રઘવાટ કર્યો છે.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

સામાજિક થવા સમજ ક્યાંથી માંગું ?!
સાહજિક થવા સરળતા ક્યાંથી માંગું ?!
“હું” ..હું ને હું ના હુંકારા જો કદિ ત્યાગું,
પ્રભુ, તે દિ’ તુજ ચરણમાં સ્થાન યાચું.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

વેદના વાદળીઓ ઘેરી કરી,
વ્યથા કથાએ થોડી ભારી કરી,
જગ આખું ભીંજાતું રહ્યું,
એમ ‘આરતી’એ આંખ કોરી કરી.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

અધીરો છે તને ઈશ્વર બધુંયે આપવા માટે;
તું ચમચી લઈને ઊભો છે દરિયો માગવા માટે?

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

ચાલ, વરસાદની મોસમ છે, વરસતાં જઈએ
ઝાંઝવાં હો કે હો દરિયાવ, તરસતાં જઈએ

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

ભીની ભીની ગંધ, લ્યો આવી ચડી !
ક્યાંક નક્કી યાદની હેલી ચડી !

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

કોઈ સાથે છે પણ પાસે કેમ નથી 

કોઈ યાદોમાં છે પણ વાતોમાં કેમ નથી 

કોઈ હૈયે દસ્તક આપે છે પણ હૈયામાં કેમ નથી 

એ અજનબી ક્યાંક તો છે પણ આંખોમાં કેમ નથી 

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share